પદાર્થ પાઠ

15 05 2008

Picture Courtsey Mahendra Shah Pittsburg

તે સમજી શકતી નહોંતી કે લગ્ન પહેલા અને લગ્ન પછી આટલો માણસ બદલાઈ જઈ શકે…સ્મીતાને મન તો સપ્તપદીના સાત ફેરા એટલે સાત ભવનું બંધન..જ્યારે હર્ષનો હરખ તો હનીમુન પુરતો પણ ન રહ્યો..સ્મિતાને મન હર્ષ એટલે સાત દરિયા જેટલી યુવા તરસોને ક્ષણ માત્રમાં ઈલમી હાસ્યથી દુર કરતો જાદુગર…કઁઇ કેટલાય શમણા સજાવતી નવવધુ ભારતથી આવી પણ અમેરિકાની ધરતી પર મુકતાજ સ્મિતા ને બીજા હર્ષનો અનુભવ થયો

“સ્મિતા કસરત કર નહિંતર તારી મા જેવી જાડી થઈ જઈશ”
“સાવ ગમાર છે તેં હજી પેરીસ જોયુ નથી?”
“તારા બાપાએ લગ્નમાં જેટલો પૈસો વાપર્યો તેના કરતા તેટલા ડોલરની સીડી કરી હોત તો લેખે લાગત”
“સાવ ખાલી હાથે આવતા તને લાજ નથી આવતી”
“તુ નોકરી કરવા જાય તો ગાડી તારા બાપને ઘરેથી લાવવી હતીને?”
“ઘરે તારા તુ શેની પૈસા મોકલવાની વાત કરે છે ?”
“તારા ભણતરની લોન મારે કેમ ભરવાની?”
સ્મિતા અમેરિકા નિવાસનાં નાં પાંચમે દિવસે સમજી ગઈ કે લગ્ન પહેલાની મીઠી મીઠી વાતો કરતો હર્ષ ખરેખર તો પૈસા ભુખ્યો છે. હવે લગ્ન થઈ ગયા ક્યાં જશે?નો ભ્રમ તોડવા સ્મિતાએ પહેલુ ઘુરકીયું કર્યુ..
“હર્ષ તને ખબર છે લગ્ન એટલે શું?”
“સપ્તપદીનાં ફેરા દરમ્યાન બ્રાહ્મણ તને સમજાવતો હતો ત્યારે ઉંઘતો હતો?”
 ”હું પરણીને તારે ત્યાં આવી છું. મારી ફરજ તને જમાડવાની, તારુ ઘર જળવવાનુ અને તારો વઁશ વધારવાનો.. અને તારી ફરજ હું જીવુ ત્યાં સુધી પાલવવાની અને ઘર માટે કમાવાનુ.”

હર્ષને લાગ્યુ કે આ ગમાર તો જબરી છે.

હર્ષે તેની મમ્મીને વાત કરી
“આપણને તો એમ કે સહેજ દબડાવશું ને તેના ઘરેથી દાયજો લાવશે પણ આ તો લાવવાવાળી આ નથી.”

થોડીક ચણભણ ને અંતે બે લાખ ડોલરની માન હાનીનાં દાવા સાથે પંદર જ દિવસ્માં સ્મિતાએ ઘર છોડ્યું

આખી જિંદગી કમાતી છોકરીના પૈસે ઘર ચલાવશુ નાં નપાણીયા હર્ષે ભુંડી નામોશી અને બદનામી સાથે બીજે મહીને છેડા છુટા કર્યા…ગમાર અને દેશી છોકરીઓને ફસાવતા નપાણીયા અમેરીકા બોર્ન કન્ફ્યુઝ્ડ દેશીને આવો પદાર્થ પાઠ શીખવતી સ્મિતા આજે સ્વમાન ભેર ભારત ભેગી થઈ અને ૭૮ લાખ રુપિયા ઉપર મઝેથી જીવન જીવે છે  
Based on true Story




મધર્સ ડે

11 05 2008

(આમ તો વાત મેં મારી અને મારી મમ્મી ની કરી છે,પણ કદાચ એ બધી જ મા-દિકરી નાં સંબંધ ની વાત છે.આજ ના આ દિને,બધી જ મમ્મીઓ ને મારા જેવી બધી જ દિકરીઓ વતી આ લેખ અર્પણ કરું છું.)

મમ્મી,
Happy Mothers Day
આમ તો મારો હર દિન, હર ક્ષણ તારી જ છે, પણ તોય, ખાસ આજ નો દિવસ તો કેમ ભુલાય !અને એ પણ અહી તારા થી આટલે દુર,પરદેશ માં રહી ને!!

મમ્મી,તારી મમતા,નિઃસ્વાર્થ પ્રેમ આગળ તો આ શબ્દો વામણા અને મારી કલમ બુઠ્ઠી! મારી હર ક્ષણ ને તું કેટલાં આનંદ અને પ્રેમ થી સજાવતી રહી.ક્યારેક પ્રેમ થી તો ક્યારેક તારા સ્નેહાળ ગુસ્સાથી સમજાવતી રહી.તારા અમુલ્ય સંસ્કાર અને પ્રેમ ને તું હરપળ મારા માં સિંચતી રહી.મારા પર ભુલથી પણ આવી જતી એક હળવી આંચ ને લઈ ને તું ભગવાન થી યે રિસાતી રહી,ને સંજોગો થી લડતી રહી! એક માં થી વધી ને તું ક્યારેક મારી દોસ્ત બની છે,તો ક્યારેક મને જીવન નાં પાઠ શિખવવા એક કડવી શિક્ષિકા પણ બની છે.મને શિખવેલ હર ઉપદેશ,સંસ્કાર નું પોતે જ આચરણ કરી ને મારી આચાર્ય બની છે તું.હર પળ મને સાચો માર્ગ બતાવી મારી ગુરુ બની છે તું. ભગવાન કરતાં ય વધુ વિશ્વાસ તે મારી દરેક વાત માં મુક્યો છે. રસોડામાં રસોઈ શિખવતા કે વાત વાત માં જ જાણે તે મને સંસાર ની પી.એચ.ડી શિખવી દીધી.સહજ રીતે ન માનું એવી કેટલીયે વાતો તે મને તારા પ્રેમ નાં ઘુંટડે પિવડાવી. અહીં,તારા થી હજારો માઈલ દૂર છું,છતાંય ક્યારેક ઉદાસ હોઉં ને ત્યાં જ તારો ફોન આવે”બેટા,તું મજામાં છું ને!! તને કેવી રીતે ખબર પડી જતી હશે મમ્મી.!?તું સાચ્ચે જ અનન્ય છે મમ્મી.

તારા વિશે લખવામાં તો જો પૃથ્વી ને શાહી નુ પાત્ર અને આકાશ ને પત્ર બનાવું ને, તોય આસમાન ક્યાંય નાનું પડે! મમ્મી,તને હર ખુશી આપી શકું,એ માટે પ્રભુ મને સક્ષમ બનાવે.હર જન્મે તારો પ્રેમ પામી શકું,મને બસ તારી જ દિકરી બનાવે.તારી ખુશી ની હર પળ પ્રાર્થના કરું છું.માફ કરજે પ્રભુ,તમારા થી પહેલા વંદન તો હું મારી માં ને જ કરું છું.

તારી દિકરી.

http://dhwanijoshi.blogspot.com/2008/05/blog-post.html

( લંડનથી ધ્વની જોશી નો આ લેખ મન ને સ્પર્શી ગયો સાથે એક વાત ઉમેરવી ગમે છે કે દિકરી હોય કે દિકરો મા તો બંને ને વહાલી હોય જ છે અને તેજ રીતે માને પણ બંને એટલા જ પ્રિય હોય છે.)




વાત ઘણી નાની

7 05 2008

વડિલોને માન આદર અને પ્રણામ
મારી પેઢીમા વહેંચવા હાસ્ય ઘણાય
દિકરા દિકરીને દેવા અનુભવના જ્ઞાન
બાળ ગોપાળને દેવા ઘણા વ્હાલ

કમાયાથી અર્ધુ બચાવવું અને
અર્ધામાંથી અર્ધુ સમાજને આપવું Read the rest of this entry »




સમય

4 05 2008

<p align=”center”>charioteer.jpg

સમય જ સારથી ને સમય જ જિંદગી રથ
સમયની સાથે ચાલો તો સમય જ જીવન પથ




એવા વીરલા કો’ક…

2 05 2008

 

નવી નવી પેઢી જમાવવી તે સહજ વાત નહોંતી અને તે પણ મશીન ટૂલ્સમાં કે જ્યાં ગળાકાપ સ્પર્ધામાં પૈસા વિના તે તો લગભગ અશક્ય જ કે તે કામને અખીલે પોતાનુ સર્વસ્વ બનાવી દીધુ અને ઓછા નફે બહોળો વહેપારની રણ નીતિ અપનાવી નાના ખોબલા જેવી ઓફીસમાં ભાણા ને સાથે લઈને કામ શરુ કર્યુ. જબાને સાકર અને વહેવાર ચોખ્ખો વેપારી જામતા વાર ના લાગી પણ તે બહુ જ ફરતો અને દરેકે દરેક વાતમાં સાચી સલાહ આપતો અને પૈસા કરતા સબંધોને વધુ મહત્વ આપતો પ્રશાંત તે દિવસે સી જે ટુલ્સના ચેરમેનને પ્રભાવીત કરી એજન્સી મેળવી લઈ શક્યો. Read the rest of this entry »




ઇંગ્લિશ મીડિયમવાળાનું ગુજરાતી-નિર્મિશ ઠાકર

27 04 2008

Brief introduction of Nirmish Thakar:

Nirmish Thakar

 

Nirmish is a Supr. Engineer in ONGC LTD. Cartoonist-Humorist-Poet-Novelist-Dramatist & Tabla-Player of Ajrada Gharana.Total books published 30 , which include 3 cartoon/caricature collections, 1 Humour-Novel,1 full length Drama , 2 Poem-collections, 4 parody-collections,5 satirical poem-collection , 4 humour Article-collections …etc. I’m a Humour-columnist of Newspaper ‘Divyabhaskar’ [weekly 2 columns- 1.’ Haasya thi Roodan Sudhi ‘ & 2.’ VyangRang ‘ ]
Awards: Jyotindra Dave Hasya Paritoshik [ Guj. sahitya Parishad ] , Best Book Award of Guj.sahitya Academi - 5 times,Saurashtra Bhumiputra-best journalist[cartoonist] award…etc.

ઇન અવર સ્કૂલયુ નો, ‘ગુજરાતી ભાષા બચાવો વીકસેલિબ્રેટ કરવાની છે, એટલે મેં પન નિબંધ રાઇટ કરીયું છે, કાન્ટ હેલ્પ! ઇન ફેકટ, મેં લખિયું તો બેટર છે. ઇફ યુ આસ્ક માય ઓપિનિયન, બેમાંથી એક સર્વાઇવ કરશે, આઇધરઊઝા-જોડનીઓરગુજરાતી લેંગ્વેજ‘. ચોઇસ ઇઝ યોર્સ! ઇન શોર્ટ, કમ્પેરેટિવલી અમારો રોલ નાનો છે, ‘ગુજરાતીને મારવામાં. અંધેર ઇઝ એવરી વ્હેર, સો ડોન્ટ વરીબી હેપીએન્ડ એન્જૉય માય ગુજરાતી નિબંધ! Read the rest of this entry »




WHY MEN ARE NEVER DEPRESSED: email courtsey: Girish Desai

23 04 2008

  • Men Are Just Happier People-
  • What do you expect from such simple creatures?
  • Your last name stays put.
  • The garage is all yours.
  • Wedding plans take care of themselves.
  • Chocolate is just another snack.
  • You can be President.
  • You can never be pregnant.
  • You can wear a white T-shirt to a water park.
  • You can wear NO shirt to a water park.
  • Car mechanics tell you the truth.
  • You never have to drive to another gas station restroom because this one is just too icky.
  • You don’t have to stop and think of which way to turn a nut on a bolt.
  • Same work, more pay.
  • Wrinkles add character.
  • Wedding dress costs $5000. Tux rental costs-$100.
  • People never stare at your chest when you’re talking to them.
  • New shoes don’t cut, blister, or mangle your feet.
  • One mood all the time.
  • Phone conversations are over in 30 seconds flat.
  • You know stuff about tanks..
  • A five-day vacation requires only one suitcase.
  • You can open all your own jars.
  • You get extra credit for the slightest act of thoughtfulness.
  • If someone forgets to invite you, he or she can still be your friend.
  • Your underwear is $8.95 for a three-pack.
  • Three pairs of shoes are more than enough.
  • You almost never have strap problems in public.
  • You are unable to see wrinkles in your clothes.
  • Everything on your face stays its original color.
  • The same hairstyle lasts for years, maybe decades.
  • You only have to shave your face and neck.
  • You can play with toys all your life.
  • One wallet and one pair of shoes one color for all seasons.
  • You can wear shorts no matter how your legs look.
  • You can ‘do’ your nails with a pocket knife.
  • You have freedom of choice concerning growing a moustache.
  • You can do Christmas shopping for 25 relatives on December 24 in 25 minutes.
  • No wonder men are happier.



Little hearts can -Email courtsey Vilas Bhonde

22 04 2008

little-heart.jpg




કરપ્ટ જીવન …..ચેતન ફ્રેમવાલા

19 04 2008

લાંચ તો લેતાં હશો, સાચ્ચું કહો !
ને દગો દેતાં હશો, સાચ્ચું કહો!

દેશને નુકશાન હો, તો મુજને શું?
આવું પણ કે’તાં હશો, સાચ્ચું કહો !

આંખ સામે છો નગર બળતું રહ્યું.
આપ તો, છેટાં હશો સાચ્ચું કહો !

લાગણી પણ ખેલ લાગે આપને.
જડ બની રે’તાં હશો સાચ્ચું કહો.

વીર સૈનિક ની શહીદી વેંચતાં,
પાપીઓ ; નેતા હશો, સાચ્ચું કહો,

છો ને જૂઠી જિંદગી, ચેતન મળી,
આપ પણ એંઠાં હશો, સાચ્ચું કહો !

હાલની કલયુગી જીંદગી સામે અરીસો બતાવવાની હીંમત કવિ એ દાખવી છે. ક્યાં રહી છે સત્ય કે નીતિની જરૂરીયાત્? સૌને આગળ વધવાની અને ભૌતિક સુખો માટે કરવુ પડે તે કરવાની તલપ લાગી છે. અને થોડુક નીતિમત્તા વાળુ જીવન ધર્મ કે વડિલો શીખવતા હશે ત્યારે તેને તમે તો પછાત છે એક્વીસમી સદીમાં તો ‘મારે તેની તલવાર’ નો જમાનો છે માનતા માણસોને ચેતનભાઈ કહે છે

છો ને જૂઠી જિંદગી, ચેતન મળી,
આપ પણ એંઠાં હશો, સાચ્ચું કહો !

ખારા સમુદ્રમાં રહી મીઠા જળની વાતો કોઇ બેવકુફ જ કરે અને તેથી કળયુગમાં જો તમે લાગણી ઓને સાચી માનતા હો તો ભુલ કરો છો કારણ કે લાગણી સાચી હોય તેવુ તો બનતુ જ નથી લોકોને ગ્લિસરીનથી ખોટુ રડતા અને ખેલો કરતા આવડે છે અને તેથી કદાચ જડ બનો વહેવારીક બનો અને પોતાનુ ઘર સાચવો જેવા ગર્ભીત સુઝાવો સામે કવિ પ્રશ્ન પુછે છે

લાગણી પણ ખેલ લાગે આપને.
જડ બની રે’તાં હશો સાચ્ચું કહો.

જે દગો દે છે તેને દગો મળે છે પણ તેની દરકાર આજે શું કામ્ આજે તો તેથી મારૂ ઘર ભરાય છે ને? અરે ભાઈ મારા જાગ્.. દગો કોઇનો સગો નથી..જુવારનો એક દાણો અનીતિનો ઘરમાં આવશે તો તે તો જશે પણ સાથે સાથે ઘરનાં પણ બે દાણા લઈને જશે. કેવી રીતે તે જાય છે તે જોવું છે? જેઓને ત્યાં ડોક્ટરો વકીલો અને વૈશ્યાઓની આવન જાવન છે તેમના ઘરને ઘસાતા જુઓ બીજે ક્યાંય જવુ નહી પડે તેમની અનીતિની આવકો અને સુખોને ઘસાતા જોવા માટે…




શું આજ છે મારી પ્રિયા?

13 04 2008

gnyan-praptini-xan.jpg ચિત્ર સૌજન્યઃ શાંગ્રીલા આર્ટ

રડી લે આજે રડાય તેટલું કે
ભ્રમો આજે તુટ્યાં છે બધાં

સહી લે આજે સહાય તેટલું કે
સંબંધો આજે છુટ્યાં છે બધાં

તરી લે આજે તરાય તેટલું કે
શોણિત ખરડ્યા હૈયા છે બધાં

શબો લે આજે હસ્યાંય કેટલું કે
ભડકા ચીતાનાં દઝાડે છે બધાં

અપેક્ષા ઘણાં દુઃખોનું કારણ છે અને તેથી Read the rest of this entry »